મુંદરા તાલુકાનાં છસરામાં ચોરી તથા તોડફોડ થયાનો સિલસિલો યથાવત

chor

copy image

copy image

મુંદરા તાલુકાનાં છસરામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, તેમજ ઘરમાં તોડફોડ સહિતની ઘટનાઓ ઘટતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ છસરામાં કેટલાક એવા વૃધ્ધો રહે છે, કે જેમના સંતાનો બહાર ધંધાર્થે વસે છે. ત્યારે આવી ઘટનાઓ સર્જાતા તે લોકોને ભય લાગી રહ્યો છે. ત્યારે આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર તેઓએ જણાયું કે ચોરી થયા બાદ હવે તોડફોડ થઈ હોવાની ઘટના પણ સામે આવી છે. પોલીસ તંત્ર તેમજ સ્થાનિક મહાજનો, સંસ્થાઓ, ગામના અગ્રણીઓ વગેરે કોઈ ગંભીર ઘટના ઘટે તે પહેલા આ સમસ્યાને ધ્યાને લે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.