મુંદરામાં એક શખ્સે મહિલા સાથે છેડખાની કરી ધોકા વડે માર માર્યો

copy image

copy image

મુંદરામાં એક શખ્સે મહિલા સાથે છેડતી કરી ધોકા વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર ગત તા.18/5ના રાત્રે 10.30ના વાગ્યાના અરસામાં તે મહિલા કૂતરાને રોટલા ખવડાવા બહાર નીકળી હતી. ત્યારે રમેશ દેવજી સોંધરા નામનો શખ્સ ત્યાં આવી અને મહિલા સાથે અડપલાં કર્યા હતા, જે બાબતે ફરિયાદીના સાળાએ ઠપકો આપતા તે આરોપી શખ્સે મહિલાને ધોકા વડે માર માર્યો હતો. ત્યાર બાદ ફરિયાદી અને તેમના પત્નીને પણ માર મારી ફરિયાદીના પત્નીને ઇજાગ્રસ્ત કરી હતી. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.