બાયોડીઝલ કૌભાંડનો ફરાર આરોપી બે વર્ષ બાદ ઝડપાયો

copy image

સાંતલપુરમાં એપ્રિલ 2023માં નોંધાયેલા બાયોડીઝલ કૌભાંડના કેસનો ફરાર આરોપી ઝડપાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ જૂન 2022માં  સાંતલપુરના પીપરાળા ચેક પોસ્ટ નજીક રાત્રે 2.30 વાગ્યે બાયોડીઝલના જથ્થા સાથે એક ટેન્કર ઝડપાયું હતું. તપાસ દરમ્યાન જણાયું કે આરોપીઓએ બેઝ ઓઈલનાં નામે લાઈટ ડીઝલ ઓઈલનું ગેરકાયદેસર પરિવહન કર્યું હતું. આરોપી શખ્સોએ રાજસ્થાનની પેટ્રો પ્રા.લિ.માંથી બેઝ ઓઈલનું લાઈટ ડીઝલ ઓઈલ મંગાવી ગાંધીધામની કૃષ્ણા બલ્કે કેરિયર્સમાં ખોટા બિલ બનાવ્યા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસે 18,967 કિલો કી.રૂ; 10.58 લાખ બેઝ ઓઈલ તેમજ ટેન્કર કબ્જે કર્યું હતું. પરંતુ હાલમાં તેના ફરાર આરોપીને બે વર્ષ બાદ અંજાર ખાતેથી ઝડપી પાડ્યો છે.