આરટીઓ ભુજ દ્વારા લોડર, રોડ રોલર, એક્સક્વેટર જેવા ખાસ કંસ્ટ્રકશનના વાહનોના ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-12-FGનું ઓકશન કરાશે
ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ – કચ્છની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ લોડર, રોડ રોલર, એક્સક્વેટર જેવા ખાસ કંસ્ટ્રક્શનના વાહનોના ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-12-FGના ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી તારીખ ૩૧/૦૫/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૨/૦૬/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૦૨/૦૬/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૦૪/૦૬/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી થશે.
સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૧૫૦૦૦, અન્ય નંબર ફીનો દર રૂ.૮૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીના પરિપત્રની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઈટ પરથી CNA ફોર્મ ભરી અરજી રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહીં. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારશ્રીને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પુરુ થયા બાદ વાહન અનરજીસ્ટર્ડ ગણાશે તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના ૫ દિવસમાં બીડ અમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.
ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI Epay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે તેમ ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજની યાદીમાં જણાવાયું છે.