ગેંગરેપના આરોપીઓને જમાનત મળતા વિક્ટ્રી પરેડનું આયોજન કરી મચાવ્યો ધમાલ

copy image

કર્નાટના હાવેરીમાં ગેંગરેપના આરોપીને કોર્ટમાંથી જમાનત મળતા આરોપી શખ્સોએ વિક્ટ્રી પરેડ નીકાળી હોવાનું સામે આવી રહ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ 16 મહિના પહેલા કર્નાટના હાવેરીમાં આંતર-ધાર્મિક યુગલના હોટલમાથી અમુક શખ્સો મહિલાને ઘસેડીને નજીકના જંગલમાં લઈ ગયા હતા. ત્યાર બાદ નરાધમોએ મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. હાલમાં તે આરોપી શખ્સોની જમાનત થતાં તેઓએ બહાર આવી ધમાલ મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.