આદીપુર પો.સ્ટે વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક મહિલા આરોપીને રોકડા રૂ. ૧૮,૧૪,૦૦૦/- સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં મિલ્ડત સબંધી ગુનાઓ બનતા અટકાવતા તથા આવા ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચનાઓ કરેલ હોય પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ મિલ્કત સબંધી ગુનાઓ સોધવા પ્રયત્નશીલ હતી દરમ્યાન ગઈ તા. ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ ફરીયાદી શ્રી ગંગેશ્વર કરુણાશંકર પંડયાના મકાન નં.૧૪, સુદામાપુરી, અંતરજાળ, તા.ગાંધીધામ વાળા રહેણાંક મકાનમાંથી સાંજના સમયે મકાનનુ તાળુ ખોલી રોકડા રૂપિયાની કોઈ અજાણ્યા ઇસમોએ ચોરી કરેલ જે અંગે ફરીયાદીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા આદિપુર પો.સ્ટે. ખાતે તા.૧૩/૦૫/૨૫ ના રોજ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુના કામે આરોપી મુદ્દામાલની તપાસ માટે એલ.સી.બી. દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ફરીયાદીને મળી માહિતી મેળવી, સી.સી.ટીવી ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારોથી આરોપીનું પગેરૂ શોધી ફરીયાદીના ઘરની સામેના ભાગે રહેતા જલ્પાબેન યોગેશભાઈ પટેલનાઓએ આ ચોરી કરેલ હોવાની ચોક્કસ માહિતી મળતા એલ.સી.બી. ની ટીમ દ્વારા આ મહિલા આરોપીની મહિલા કર્મચારીથી પુછપરછ કરતા પોતે ઉપરોકત ચોરી કરી હોવાની કબુલાત આપેલ અને આ મહિલા આરોપી પાસેથી ચોરીના રોકડા રૂ. ૧૮,૧૪,૦૦૦/- રીકવર કરી નીચે જણાવેલ મહિલા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ મહિલા આરોપીનું નામ
(૧) જલ્પાબેન યોગેશભાઈ પટેલ ઉ.વ. ૩૭ રહે. મ.નં. ૧૦, સુદામાપુરી, અંતરજાળ તા.ગાંધીધામ
કબ્જે કરેલ મુદામાલની વિગત :-
રોકડા રૂ.૧૮,૧૪,૦૦૦/-
મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-
ડુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૮,૧૯,૦૦૦/-
દાખલ થયેલ ગુનાની વિગત-
આદિપુર પો.સ્ટે.ગુ.ર.નં. ૦૨૮૭/૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ 30૫(એ),339(3)
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
