કેરામાં એક યુવાને ગળેફાસો ખાઈ જીવન ટુંકાવ્યું

copy image

ભુજ તાલુકાના કેરામાં એક યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે . આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના કેરામાં રહેનાર 25 વર્ષીય વિશાલ દેવજી મણિયાર ગઈકાલે પોતાના ઘરે હાજર હતો, તે દરમ્યાન 12 વાગ્યાના અરસામાં યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાસો ખાઈ અંતિમ સ્વાસ લીધા હતા. આ યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે આદરી છે.
