સગીરાનું અપહરણ કરી જનાર શખ્સ દબોચાયો

copy image

copy image

સગીરા સાથે બળાત્કાર કરી અપહરણ કરી જનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાથી મળતી માહિતી મુજબ આરોપી શિવાકુમાર  ઉર્ફે સિબા સાજનલાલ ઉર્ફે સાક્ષ્વાન સગીરાનું અપહરણ કરી ગયો હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આરોપી પંજાબના  શ્રીચમકોર  સાહીબ વિસ્તારમાં હાજર છે. જેથી પોલીસે હકીકત વાળા સ્થળ પર તપાસ કરતાં આરોપી તથા ભોગ બનનાર હાજર મળી આવ્યા હતા. પોલીસે સગીરાને તેના પરિવારને શોપી આરોપી શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.