શ્વાન આડે આવી જતાં એક્ટિવા સ્લીપ થવાના કારણે યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

મુંદરા તાલુકાના સમાઘોઘા નજીક શ્વાન સામે આવી જવાથી એક્ટિવા સ્લીપ થતાં એક યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી વિગતો અનુસાર ગત તા.20/5ના રાત્રે 11.30 વાગ્યાના અરસામાં ભુજપુરથી સમાઘોઘા તરફ આવતા માર્ગ પર આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. અહી અચાનક રસ્તામાં શ્વાન આડે આવી જતાં તેને બચાવવા માટે એક્ટિવા ચાલકે બ્રેક  મારતા એક્ટિવા સ્લીપ થઈ ગયી હતી. ત્યારે વાહનચાલક તેમજ પાછળ  બેઠેલા યુવાનને ઈજા પહોંચી હતી. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અકસ્માતમાં 34 વર્ષીય કાનાભાઈ વેલાભાઈ રબારીનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.