આડેસર નજીક પૂરઝડપે આવતી કારે બાઇકને હડફેટે લેતા સર્જાયો અકસ્માત

copy image

copy image

આડેસર નજીક પૂરઝડપે આવતી કારે બાઇકને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે સૂત્રોમાથી મળતી માહિતી મુજબ ગત તા.19/5ના રાત્રિના 10 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. અહી પુરઝડપે આવતી કિઆ ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકને માથાના, પીઠના તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોચતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ આદરી છે.