અબડાસાના તેરામાં કેબીનમાંથી ચોરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડયો

copy image

અબડાસા તાલુકાના તેરામાં રાત્રીના સમયે કેબિનમાં રોકડ રૂપિયાની ચોરી થઇ હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તેરામાં શુક્રવારની રાત્રીના માજી સરપંચ લોધરા આદમ મુસાની બસ સ્ટેન્ડ પાસે આવેલી પાન-બીડીની દુકાનમાં તેમજ પાસે આવેલી કેબીનમાં રોકડ રૂ,3500ની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
