ગાંધીધામ શહેરમાંથી આંકફરકનો જુગાર રમતા એક શખ્સને પોલીસે દબોચ્યો

copy image

ગાંધીધામ શહેરમાંથી આંકફરકનો જુગાર રમતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. અહીથી આરોપી ઈશમ એવા શરીફ ઉર્ફે સલમાન ઈકબાલખાન પઠાણની વરલી મટકાના જુગાર રમી રમાડવાના આરોપસર અટક કરાઈ છે. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.