તેરા તુજકો અર્પણ સુત્ર અંતર્ગત “પોલીસ પ્રજાનો મિત્ર છે” સુત્રને સાર્થક કરી અરજદારને ગુમથયેલ ઘરેણા પરત શોધી આપતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ તથા નેત્રમ શાખા


મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ‚ પશ્ચિમ કચ્છ-ભુજ, તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નાઓએ કચ્છ જીલ્લા નાગરિકોની ગુમથયેલ ખોવાયેલ ચીજવસ્તુ મુળ માલીકને પરત સોંપવા કાર્યવાહી કરવા સુચના આપેલ
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી જે.કે.મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ, ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે.ના ખાતે નોંધણી થયેલ ગુમ ચીજવસ્તુ જે સરકારશ્રીના તેરા તુજકો અર્પણ સુત્ર મુજબ અરજદારોને તેની ગુમથયેલ ચીજવસ્તુઓ પરત મળી રહે તે દિશામાં કામગીરી કરવા સુચના આપેલ જે અન્વયે અરજદારશ્રીના ગુમ થયેલ ઘરેણાની બેગ નેત્રમ શાખાની ટેકનીકલ મદદ વળે શોધીને પરત આપવામાં આવેલ.
અરજદારશ્રીના નામ-સરનામા
અંકીત નિલેશભાઈ પટવા રહે-રેવન્યુ કોલોની હિંમતનગર ભુજ
અરજદારના ઘરેણાની વિગત :-
ચાંદીનું કડુ કી.રૂ.૧૦,૦૦૦/-
ચાંદીનું કિચન કી.રૂ.૫૦૦૦/-
રોકડ રકમ રૂ.૬૦૦૦/-
કુલ્લ કિ.રૂ- ૨૧,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.કે.મોરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટેના સર્વલન્સ સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ.
