શિકારપુરના શખ્સને કચ્છ સહીત ચાર જિલ્લામાંથી બેદખલ કરાયો
ભચાઉના શિકારપુરના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને કચ્છ સહીત અન્ય ચાર જિલ્લામાંથી તડીપાર થવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર શિકારપુરના આરોપી શેરમામદ આમદ ત્રાયા વિરુદ્ધ ધમકી, શરાબ સહિતના ગુના નોંધાયેલા હતા. ત્યારે તે શખ્સને અંકુશમાં લેવા માટે ભચાઉ પ્રાંત કચેરીએ હદપારની દરખાસ્ત કરવામાં આવી હતી. દરખાસ્ત મંજૂર થતા આરોપી શખ્સને બનાસકાંઠા, પાટણ, મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી બેદખલ થવાનો હુકમ કરવામાં આવ્યો છે.
