વડાપ્રધાનશ્રીની આગતા સ્વાગતા માટે ૧૦ હજાર કચ્છી મહિલાઓ સિંદૂરી સાડી સાથે દેશભક્તિના રંગે રંગાઈ


ઓપરેશન સિંદુરની સફળતા બાદ વડાપ્રધાનશ્રીની કચ્છ મુલાકાતથી સમગ્ર કચ્છમાં દેશપ્રેમનો ઉમળકો દેખાયો હતો ત્યારે આજે ભુજ ખાતે આવેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં કચ્છની મહિલાઓ દેશ ભક્તિના રંગે રંગાઈ હતી. પોતાના ઘરે જાણે રૂડો પ્રસંગ હોય તેવી પ્રેમભાવના અને અનેરા ઉત્સાહ સાથે ૧૦ હજારથી વધુ મહિલાઓ એક સરખી સિંદૂરી સાડી પહેરી અને સિંદુરની સજ્જા સાથે પ્રધાનમંત્રીશ્રીને હર્ષોલ્લાસ સાથે આવકાર આપ્યો હતો.
