ભુજ ખાતે વડાપ્રધાનશ્રીને વૈવિધ્યસભર સ્મૃતિચિન્હોથી સન્માનિત કરતા કચ્છીઓ

રૂ.૫૩ હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ તથા શુભારંભ અર્થે ભુજ આવી પહોંચેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું કચ્છની જનતા, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ તથા અગ્રણીઓએ વૈવિધ્યસભર સ્મૃતિચિન્હો એનાયત કરીને સન્માન કર્યું હતું.

કચ્છના આંગણે આવેલા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીશ્રીઓ, ધારાસભ્યો અને અગ્રણીઓ દ્વારા વિવિધ સોગાદો અર્પીને આવકાર આપવામાં આવ્યો હતો.

આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વીજ, આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા  કચ્છી ભરતકામના વિવિધ નમૂનાનું સ્મૃતિચિહ્ન વડાપ્રધાનશ્રીને એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારે નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા, પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઇ પાનશેરિયા, સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, સર્વ ધારાસભ્યોશ્રી કેશુભાઇ પટેલ, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી અનિરુધ્ધભાઇ દવે, શ્રી ત્રિકમભાઇ છાંગા દ્વારા  કચ્છી પાધ, કચ્છી શાલ તથા વડાપ્રધાનશ્રીના પેઇન્ટિંગ સાથેનું સ્મૃતિચિહ્ન આપીને આવકારવામાં આવ્યા હતા.

         આગેવાનશ્રી રજનીભાઇ પટેલ, શ્રી કશ્યપભાઇ શુકલા, શ્રી દેવજીભાઇ વરચંદ, શ્રીદિલીપભાઇ શાહ, શ્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, શ્રી ધવલભાઇ આચાર્ય એ કચ્છની આગવી ઓળખ એવા કચ્છી શાલ, તથા ઓપરેશન સિંદુરની સફળતાની યાદના સ્મૃતિચિહ્ન વડે વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા. તેમજ વિશિષ્ટ સિધ્ધ પ્રાપ્ત કરેલ ગૌરવશાળી કચ્છીઓ શ્રી સુરેશ ડાંગર, શ્રી હિનાબેન રાજગોર, શ્રી રાજીબેન વણકર, શ્રી હીતેશ વોરા, શ્રી ભૂમિકાબેન છાભૈયાએ કચ્છી શાલ સાથે કચ્છની લોક સંસ્કૃતિની ઝલક સમાન વિવિધ સ્મૃતિચિહ્ન ભેટમાં આવી આવકાર આપ્યો હતો.