વડાપ્રધાનશ્રીએ સભાસ્થળે ખુલ્લી જીપમાંપ્રવેશી કચ્છી માડુઓનું અભિવાદન ઝીલ્યું

copy image

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગૌરવવંતી ધરા કચ્છ પર પધાર્યા હતા. વડાપ્રધાનશ્રીને આવકારવા અને તેમની એક ઝલક મેળવવા સભાસ્થળે પણ અનેરો થનગનાટ જોવાં મળ્યો હતો. રોડ શો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાનશ્રી ભુજ-મિરઝાપર રોડ ખાતે યોજાયેલા સભામંડપમાં પધાર્યા હતા. વડાપ્રધાનશ્રીએ ખુલ્લી જીપમાં સભા સ્થળે કચ્છી માડુઓનું અભિવાદન ઝીલતા પ્રવેશ કર્યો ત્યારે ‘વંદે માતરમ્’, તથા ‘ભારત માતા કી જય’ ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ઉર્જાવાન બની ગયું હતું.