1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર માધાપર ગામની વીરાંગના મહિલાઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઓવારણાં લીધા


જિલ્લા કચ્છના ભુજ ખાતે આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે “સિંદૂર વન”ની નેમ સાથે 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં જીવની પરવા કર્યા વગર રાતોરાત ભુજનો તૂટેલો રન-વે બનાવી ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભુજ તાલુકાના માધાપર ગામની વયોવૃદ્ધ વીરાંગના મહિલાઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંદૂરના રોપા અર્પીને “સિંદૂર વન” ના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી. આ અવસરે વીરાંગના મહિલાઓએ વડાપ્રધાનશ્રી ઓવારણાં લીધા હતા.
