એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા માંડવી મધ્યે સંધવી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, ભુજ દ્વારા આયોજીત નિઃશુલ્ક નિદાન અને રાહતદરે સારવાર મેગા મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો


અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ સંચાલીત એન્કરવાલા જનરલ હોસ્પિટલ મુ. મસ્કા, તા. માંડવી મધ્યે સંધવી મલ્ટી.સ્પે.હોસ્પિટલના સુપર નિષ્ણાંત ડૉકટરશ્રીઓના નિઃશુલ્ક નિદાન અને રાહતદરે સારવારના મેગા મેડીકલ કેમ્પનુ દિપ પ્રાગ્ટય કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે દાનવીર દાતાશ્રીઓના સહકારથી અનશનવ્રતઘારી,જૈન સમાજ રત્ન મારાપુજય પિતાશ્રીએ શરૂ કરેલ આ સેવાકીય કાર્યો હજી વધુ વિસ્તારીને આરોગ્ય ક્ષેત્રે લોકોને વધુ સારી સેવા આપવા કટીબધ્ધ હોવાનું જણાવ્યુ હતુ.હાલમાં મોંથી મેડીલક ની સારવારથી લોકોને રાહત મળે તે માટે અમારી સંસ્થા ધ્વારા દર મહિને એન્કરવાલા હોસ્પિટલ મસ્કા મધ્યે સુપર નિષ્ણાંત ડૉકટરશ્રીઓના કેમ્પનું વિના મુલ્યે આયોજન કરવામાં આવે છે તે અવરીતપણે ચાલુ રાખવામાં આવશે.
આ પ્રસંગે સંઘવી મલ્ટી.સ્પે.હોસ્પિટલના મેડીકલ ડાયરેકટર ડૉ. ઉમંગ સંઘવીએ જણાવ્યુ હતુ કે હાલમાં મોંધી મેડીલક ની સારવારથી લોકોને રાહત મળે તે માટે આરા પરિવાર દ્વારા ભુજ શહેર મધ્યે અત્યાધુનિક સગવડતા ધરાવતી હોસ્પિટલ નું પ્રારંભ કરવામાં આવ્યો છે.કચ્છના છેવાડાના વિસ્તારોમાં હજી મેડીકલ સારવાર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી ત્યાં અમારી હોસ્પિટલની ટીમ દ્વારા સુપર નિષ્ણાંત ડૉકટરશ્રીઓના કેમ્પનું આયોજન કરવામાં આવશે અને સ્વસ્થ સમાજ સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં આવશે.શ્રી જીગરભાઈ છેડાના માર્ગદર્શ હેઠળ એન્કરવાલા હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી દર્દીઓની સેવાઓને પણ બિરદાવી હતી.
આ કેમ્પમાં એમ.એસ.ઓર્થો. ડૉ.ઉમંગ સંધવી, પલ્મોલોજીસ્ટ ડૉ. રૂપાલીબેન મોરબીયા, જનરલ અને લેપ્રોસ્કોપ્રી સર્જન ડૉ. સિધ્ધાર્થ શેઠીયા, કીટીકલ કેર અને પેઈન સ્પે.ડૉ.રાહુલ ત્રિવેદી,બાળ રોગ નિષ્ણાંત ડૉ. લહર જાધવ વિગેરે ડૉકટરશ્રીઓએ પોતાની સેવા વિના મુલ્યે પુરી પાડી હતી અને કેમ્પમાં દર્દીઓના એકસ-રે, ઈ.સી.જી.ના પરિક્ષણ સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવી હતી અને જરૂરતમંદ દર્દીઓના વધુ સારવાર માટેની સગવડ સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે તેમ સંસ્થાના મંત્રી શ્રી મુકેશભાઈ ભટ્ટે જણાવ્યુ હતુ. આ કેમ્પમાં ગામના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા ભાજપના મંત્રી શ્રી કીર્તીભાઈ ગોર, સમાજના આગેવાનો દર્દીઓ બહોળી સંખ્યમાં હાજર રહ્યા હતા.કેમ્પમાં સ્વાગત પ્રવચન અને આભાર દર્શન સંસ્થાના મેડીકલ ઓફીસર શ્રી ડૉ. મૃગેશ બારડે કરયુ હતુ.
પ્રતિ તંત્રીશ્રી, ઉપરોકત સમાચાર આપના વર્તમાન પત્રમાં પ્રકાશીત કરશોજી.
