પાલારા ખાસ જેલમાંથી ફરી એક વખત મોબાઈલ મળી આવ્યો

copy image

પાલારા ખાસ જેલમાંથી ફરી એક વખત મોબાઈલ મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે કે, ગત તા. 25/5ના અમદાવાદ ઝડતી સ્કવોડની ટીમએ પાલારા ખાસ જેલમાં ઝડતી લેતાં બેરેક નં. 9માં ડાબી બાજુ સંડાસની સામે ચોકડીમાં પડેલી કચરાની ડોલની અંદર છુપાવેલો એન્ડ્રોઇડ મોબાઇલ સીમ સાથે મળી આવેલ હતો. તપાસ દરમ્યાન ફોન મળી આવતા વપરાશકર્તા અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
