મુન્દ્રા તાલુકાના સિરાચામાં રહેતા પ્રૌઢે એસિડ પી કર્યો આપઘાત

copy image

copy image

મુન્દ્રા તાલુકાના સિરાચામાં રહેતા એક પ્રૌઢે કોઈ અકળ કારણોસર એસિડ પી લઈ જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા.25/5ના બપોરે 12.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીં 55 વર્ષીય પ્રૌઢ મગા ધેડાએ કાંડાગરાની લેબર કોલોનીમાં એસિડ પી લઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર હતભાગીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.