અંજારના ગંગાનાકા વિસ્તારમાં જાહેરમાં આંકડો લેતો શખ્સ દબોચાયો

copy image

copy image

અંજારના ગંગાનાકા વિસ્તારમાં જાહેરમાં આંકડો લેતા શખ્સને પોલીસે દબોચી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર અંજારના ગંગાનાકા વિસ્તારમાં આદિપુરનો એક શખ્સ રિક્ષા સ્ટેન્ડ પાસે ઊભા રહીને જાહેરમાં પેન, પાના વડે લોકો પાસે આંકડો લઈ રહ્યો હતો. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસે તે શખ્સને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂ;440 કબ્જે કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.