પી.એમ. પોષણ અંતર્ગત મધ્યાહન ભોજન યોજનાના ૩૪ ખાલી કેન્દ્રોમાં સંચાલકની ભરતી જાહેર
ભુજ તાલુકાના પી.એમ. પોષણ અંતર્ગત મધ્યાહન ભોજન યોજનાના ૩૪ ખાલી કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીપત્રક મંગાવવામાં આવે છે

ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ મામલતદાર કચેરી,ભુજ(ગ્રામ્ય),પ્રથમ માળે,રૂમ નંબર-૧૪, એકોર્ડ હોસ્પિટલની સામે, ભુજમાંથી અરજીફોર્મ મેળવી લેવાના રહેશે. તેમજ તા.૦૧/૦૬/૨૦૨૫ સુધીમાં અત્રેની કચેરીએ જરૂરી આધાર પુરાવા જેવા કે, રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ તારીખના આધાર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તેમજ એસ.એસ.સી કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તો તે અંગેની માર્કશીટ સહ તમામ આધારોની પ્રમાણિત નકલો સાથે સુવાચ્ચ અક્ષરે અરજી કરવાની રહેશે. ભરતી કરવાના થતાં કેન્દ્રોની માહિતી તથા અરજી ફોર્મ ઉકત સરનામે મળી શકશે.
