રેશનકાર્ડઘારક લાભાર્થીઓને બે માસના જથ્થાનું વિતરણ કરવાનું નકકી કરવામાં આવેલ છે.
આથી જિલ્લાના તમામ AAY, PHH, BPL રેશનકાર્ડઘારક લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, સરકારશ્રી ઘ્વારા ચાલુ માસે લાભાર્થીઓને બે (મે-જુન) માસના જથ્થાનું વિતરણ કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે અન્વયે મે-૨૦૨૫ તથા જુન-૨૦૨૫ માસના અનાજના જથ્થાનું વિતરણ તમામ વાજબી ભાવની દુકાનેથી ચાલુમાં છે. જેથી તમામ લાભાર્થીઓએ મે તથા જુન માસના અનાજ નો જથ્થો ચાલુ માસે જ સંબંધિત વાજબી ભાવના દુકાનદાર પાસેથી તાત્કાલીક મેળવી લેવા આથી જણાવવામાં આવે છે તેમજ જો NFSA કાર્ડઘારકોના e-kYc બાકી હોય તો પ્રથમ તેઓએ તાત્કાલિક V.C.E / મામલતદાર કચેરીએ/ Post Office થી e-kyc પૂર્ણ કરાવી લેવા જણાવવામાં આવે છે.
