માંડવીના કાઠડામાં મુખ્ય માર્ગનું કામ ખોદકામ કરી અધૂરું મૂકી દેવામાં આવતા ગામલોકોને હાલાકી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે માંડવીના કાઠડા ગામમાં એરસ્ટ્રીપથી ગામના હનુમાન મંદિર સુધીના ત્રણ કિ.મી.ના મુખ્ય માર્ગનું કામ ખોદકામ કરી અધૂરું મૂકી દેવામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ 6 માસ અગાઉ ગામના મુખ્ય માર્ગનું નવીનીકરણનું ખાતમુહૂર્ત 97 લાખના ખર્ચે શરૂ કરવામાં આવેલ હતું. ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ ઘણો સમય વીતી ગયા બાદ કામ શરૂ કરવામાં આવેલ હતું. 600 મીટર જેટલા માર્ગમાં સી.સી. રોડના કામ બાદ અન્ય અઢી કિ.મી. માર્ગમાં વચ્ચે વચ્ચે ખોદકામ કરી અધૂરું મૂકી દેવામાં આવેલ હોવાના કારણે ગામના લોકોને ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ અંગે કોન્ટ્રાકટરને બે વખત નોટિસ આપવામાં આવેલ છે, પરંતુ તેમના પ્લાન્ટ આવતાં કામ શરૂ થશે. સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ હશે તો પેનલ્ટી ભરાવીને પણ કામ પૂરું કરાવાશે. આ કામ સત્વરે શરૂ કરવા લોક માંગ ઉઠી છે.