ખાવડાના રણમાં બિનવારસુ પડેલી પ્લેટોને સેરવીને જઈ રહેલ શખ્સ રંગેહાથ દબોચાયો

ખાવડાના આર. ઈ. પાર્કના સોલાર પ્લાન્ટમાં રણમાં રસ્તાની સાઈડમાં પડેલી કોપરની પ્લેટો ચોરી કરતા ઇસમને પોલીસે પકડી પાડ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ મામલે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ખાવડાના આર.ઈ. પાર્કના સોલાર પ્લાન્ટમાં રણમાં રસ્તાની સાઈડમાં પડેલી કોપરની પ્લેટો જોઈ આરોપી ઇસમ પોતાના બોલેરો કેમ્પરમાં લઇ ભાગી રહ્યો હતો. ત્યારે શંકાસ્પદ લાગતા બોલેરો કેમ્પરની પોલીસે તપાસ કરતા તેમાંથી 33 કોપરની પ્લેટો મળી આવી હતી. જેથી આરોપી પાસે આધાર-પુરાવા માંગતા તેણે રજુ ન કરી ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. જેથી પોલીસે પ્લેટો કિં.રૂ, 86,100 તેમજ બોલેરો ગાડી તથા મોબાઈલ એમ કુલ કી.રૂ. 2,91,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઇસમને પકડી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.