કચ્છમાં સતત ગરમીના પ્રમાણ વધારો : પંખા અને કૂલર મશીન નામ માત્રના બની રહયા

copy image

કચ્છમાં સતત ગરમીનું પ્રમાણ વધુ રહ્યું છે ત્યારે, કચ્છમાં મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. સંપૂર્ણ દિવસ દરમ્યાન લોકો ગરમીના ઉકળાટથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સૂત્રનું કહેવું છે, મોટાભાગના જિલ્લામાં ધાબડિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે અરબ સાગરમાં રચાયેલા લો પ્રેશરના કારણે આ પરિસ્થિતી જોવા મળી રહી છે. વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ થવાના પરીણામે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આંબાવાડીમાં કેસર કેરીનો પાક તૈયાર છે. અને જો હવે હળવું વરસાદનું ઝાપટું પણ પડશે તો કેરીના પાકને મોટું નુકસાન થવાની શક્યાતાઓ છે. અસહ્ય ગરમીમાં કામકાજના સ્થળે પંખા અને કૂલર મશીન પણ નામ માત્રના બની રહયા છે.