રાપરમાં છેલ્લા ૧ વર્ષના વધારે સમયથી અન્નપુર્ણા યોજના ચાલુ ન હોઈ જેને સત્વરે ચાલુ કરી જરૂરિયાત મંદોને યોજનાનો લાભ આપવા ઉચ્ચ કક્ષાએ રજુઆત
રાપર વિધાનસભા વિસ્તારના લોકોના પ્રશ્નને હંમેશા ધ્યાને લઈ વાચા આપવા તત્પર રહેતા તેમજ જનતાના બોલંદ અવાજ એવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ અન્ન નાગરિક અને પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા તથા ગુજરાત વિધાનસભા ના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા તથા અગ્ર સચિવશ્રી અન્ન નાગરિક અને પુરવઠા વિભાગ સહિત કરછ કલેક્ટરશ્રી સમક્ષ રજુઆત કરતાં જણાવ્યુ સરકારશ્રી દ્વારા ૨૦૧૬માં રાજયના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાત મંદોને ઘઉં અને ચોખા મળી રહે તે હેતુથી મા અન્નપુર્ણા યોજના અમલમાં મુકેલ હોઈ જે યોજના હાલે મારા વિસ્તારના રાપર શહેરમાં બંધ છે જેથી જરૂરિયાતમંદ લોકો યોજનાના લાભ થી વંચિત છે ઉપરાંત શહેરી વિસ્તારના લોકોની આ યોજના અંતર્ગત રાપર મામલતદાર કચેરી ખાતે અરજીઓ પણ આવેલ છે પરંતુ જવાબદાર અધિકારી કહે છે કે આ યોજના હાલે શહેરી વિસ્તારમાં બંધ હોઈ માટે જરૂરિયાતમંદો ને માં અન્નપુર્ણા યોજનાનો લાભ મળી રહે માટે સત્વરે શહેરી વિસ્તારમા અન્નપૂર્ણા યોજના ચાલુ કરી જરૂરિયાત મંદ લોકોને લાભ આપવા વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ સરકાર સમક્ષ માંગ કરી હતી .
તદઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મા અન્નપુર્ણા યોજનાની અરજી આપ્યા બાદ વારંવાર લોકોને ધક્કા ખવડાવે છે તેમજ ગુપ્ત માહિતી અનુસાર જરૂરિયાતમંદ લોકોની ની અરજીઓ પ્રક્રિયા માં પડી રહે છે અને લાગતા વળગતા લોકોની અરજીઓમાં ગેરરીતિ કરી મા અન્નપુર્ણા યોજનાનો લાભ ચાલુ કરી આપવામાં આવતો હોઈ તેવો સુર રાપર વિસ્તારમાં પ્રસરી રહ્યો હોઈ માટે લોકોના હિતાર્થે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.