ગાંધીધામના મીઠીરોહરમાં અંગ્રેજી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

ગાંધીધામના મીઠીરોહર નજીક અંગ્રેજી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મીઠીરોહરના આહીરવાસમાં રહેતો એક શખ્સ ગામની નજીક જીનામ પાર્કિંગ પાસે મોપેડ લઈને દારૂનું વેચાણ કરી રહ્યો છે, તુરંત જ પોલીસે બાતમી વાળી જગ્યા પર રેડ કરી આરોપી શખ્સને પકડી તેની પાસેથી કિંમત રૂ,15,600નો શરાબ તથા મોપેડ કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્હાયવાહી હાથ ધરી છે.
