ભચાઉમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ 150 KG ભંગારના જથ્થા સાથે એકની થઈ ધરપકડ

copy image

copy image

  ભચાઉમાંથી ચોરી કે છળકપટથી પ્રાપ્ત કરેલ ભંગારના જથ્થા સાથે એક ઈશમને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ શહેરમાં આવેલ જૂની  ચામુંડા હોટેલની સામે આવેલ હાઈવે કટ નજીકથી વોંધના વિનોદ અમરસિંહ ખારોલ નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. પકડાયેલ શખ્સની તપાસ કરતાં અહીંથી પસાર થતા વાહનચાલકોને લાલચ આપી તેમની પાસેથી ભંગાર લઈ અહીં એકત્ર કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ શખ્સ પાસેથી રૂા. 6,750નો 150 કિલો ભંગાર કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.