રાપર મામલતદાર કચેરી ખાતે સરકારી કામ અર્થે આવતા લોકોને બેસવા માટેનો નાનો શેડ બનાવવા ઉચ્ચ કક્ષાએ રજુઆત


                          રાપર વિધાનસભા વિસ્તારના લોકોના પ્રશ્નને હંમેશા ધ્યાને લઈ વાચા આપવા તત્પર રહેતા તેમજ જનતાના બોલંદ અવાજ એવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરાત વિધાનસભા ના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા સહિત કરછ કલેક્ટરશ્રી સમક્ષ રજુઆત કરતાં જણાવ્યુ હતું કે વિસ્તારમા અન્નપૂર્ણા યોજના ચાલુ કરી જરૂરિયાત મંદ લોકોને લાભ આપવા રાપર તાલુકો વિશાળ તાલુકો છે જેમાં ૧૦૦ થી વધારે ગામઓ સહિત વાંઢોનો સમાવેશ થાય છે તેમજ સદર ગામડાઓના તમામ લોકો ને સરકારી કામો જેવા કે રેશનકાર્ડ , જાતિ દાખલા , દસ્તાવેજ , પુરવઠા , ઈ ધારાના વિવિધ કામો કરવા માટે દુર દુર થી રાપર સ્થિત મામલતદાર કચેરી ખાતે આવવું પડે છે.રાપર મામલતદાર કચેરી ખાતે દિન પ્રતિદિન લોકોનો ઘસારો વધતો રહે છે પરંતુ લોકોને બેસવા માટે યોગ્ય શેડ ન હોઈ જેથી કામ કાજ અર્થે આવતા લોકો બહાર વિવિધ વૃક્ષો નીચે બેસતા નજરે પડે છે તેમજ કચેરીની અલગ અલગ જગ્યાએ લોકો બેસતા હોય છે.તેમજ હાલના સમયના ઉનાળાની કાળઝાળ ગરીમીમાં નાના નાના બાળકો સાથે આવતા લોકો ને મુશ્કેલીઓ વેઠવાની ફરજ પડી રહી હોઈ માટે રાપર મામલતદાર કચેરી ખાતે  લોકોને બેસવા માટે નાનો શેડ બનાવવા  રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ સરકાર સમક્ષ માંગ કરી હતી