આદિપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા બનેલ મર્ડ૨ના બનાવના આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડતી આદીપુર પોલીસ


મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર. નાઓની સુચના આધારે શરીર સંબંધી ગુનાઓ અટકાવવા સુચના આપેલ હોય જેથી પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા સાહેબનાઓના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મર્ડરનો બનાવ બનેલ હોય જેના આરોપીને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્શસીસના આધારે ગણતરીના કલાકોમા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આદીપુર પોલીસ સ્ટેશન ગુ.૨.નં-
૧૧૯૯૩૦૦૨૨૫૦૩૩૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૧૦૩(૧) મુજબ
પકડાયેલ આરોપીનુ નામ:
ખેતસીંગ દેવીસીંગ આહિરવાલ ઉ.વ-૩૫ રહે-ઇન્ડસ્ટ્રીયલ બેગ પેકેજીંગ કંપનીની કોલોનીના રૂમમા ગામ-માથક તા.અંજાર મુળ રહે-કેલવાસ, ખીરકા બસ્તી,થાના-રાહિલી જી.સાગર, મધ્યપ્રદેશ
આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્રારા આ સફળ કામગીરી ક૨વામાં આવેલ છે.
