મુંદરા પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગુનામા છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ,ભુજ

copy image

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો,વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પુર્વ-કચ્છ જિલ્લામાં ખાનગી વાહનથી પેટ્રોલીંગ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. યોગેશભાઇ ગઢવી તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,

મુંદરા પો.સ્ટે. સી-પાર્ટ, ગુ.ર.નં.૧૭૭/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ), (એ), ૮૧, ૯૮(૨) મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી યુવરાજસિંહ બલદેવસિંહ જાડેજા, રહે. ખેડોઇ, તા.અંજાર, જી.પુર્વ-કચ્છવાળો હાલે મોટી ખેડોઇ ગામે આવેલ જડેશ્વર મંદિર પાસે હાજર હોવાની બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા મુંદરા પો.સ્ટે. ખરાઇ કરી ઉપરોક્ત ગુના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબ્જો મુંદરા પો.સ્ટે.ને સોંપવામા આવેલ છે

ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેકટર વાય.કે.પરમાર સાહેબનાઓ સાથે સ્ટાફના એ.એસ.આઇ. હરીલાલ બારોટ, યોગેશભાઇ ગઢવી તથા પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ ઝાલા, બલવંતસિંહ જાડેજા તથા મ.પો.કોન્સ. નિરૂબેન મુળી જોડાયેલ હતા.