પોકેટ કોપની મદદથી અમદાવાદ શહેરમાં થયેલ બે (૦૨) ચોરીના મો.સા પકડી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢતી રાપર પોલીસ


મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરી ના ગુન્હાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા આપેલ સુચના અન્વયે પોલીસ ઈન્સપેકટર શ્રી જે.બી.બુબડીયા સાહેબ તથા રાપર પોલીસ સ્ટાફના માણસો પ્રાગપર ચાર રસ્તા પાસે વાહન ચેકીગમાં હતા દરમ્યાન પ્રાગપર ગામ બાજુથી બે નંબર પ્લેટ વગરના મો.સા. આવતા તેને હાથના ઈસારાથી રોકાવી ચેચીસ નંબર- MBLHAW122N5K13903 વાળા હોઇ જે રાપર પો.સ્ટેના પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરતા જેના જેના રજી નં- GJ01XB5033 વાળુ હોઇ ખરાઈ કરાવતા અમદાવાદ શહેર સરખેજ પો.સ્ટે ગુ.ર.ન.૧૧૧૯૧૦૪૮૨૫૦૪૪૮/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુબજના ગુના કામે ચોરાયેલ હોઇ વધુ પુછપરછ કરતા બીજુ મો.સા પણ સરખેજ ફતેવાડી સાગર ફાર્મ ખાતેથી ચોરી કરેલાની કબુલાત આપતા બન્ને મો.સા.ને બી.એન.એન.એસ કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ તથા બન્ને આરોપીઓ વિરૂધ્ધ બી.એન.એન.એસ ક.૩૫(૧)(ઈ)
મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ♦ પકડાયેલ આરોપીનું નામ-
(૧) સરફરાજ અબ્દુલ રફીક ઉ.વ.૪૨ રહે. સિપાઈ વાસ, બાબુકાકાની ચાલી, સરખેજ, અમદાવાદ મુળ રહે. રણજીતરોડ જામનગર
(૨) સમીર જહાંગીર સિંધી ઉ.વ.૧૯ રહે. ડો. ઘનશ્યામ ના દવાખાના પાછળ આડેસર તા.રાપર
♦ શોધી કાઢેલ ગુનાઓની વિગતઃ-
સરખેજ પો.સ્ટે ગુ.ર.ન.૧૧૧૯૧૦૪૮૨૫૦૪૪૮/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨)
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. GJ01XB5033 કિ.રૂ.૪૦,૦૦૦/-
(૩) હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. GJ01XJ5974 કિ.રૂ.૪૦૦૦૦/-
→ કુલ કિ.રૂ. ૮૦,૦૦૦/-
♦ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.બી.બુબડીયા તથા સર્વેલન્સ સ્ટાફ રાપર પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે.