વિધાસહાયક ભરતી – 2024 જાહેરાતના ધોરણ 1 થી 5 ના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ-લેટર મેળવવા અંગે

વિધાસહાયક ભરતી – 2024 (ધોરણ 1 થી 5 અને ધોરણ – 6 થી 8 ગુજરાતી માધ્યમ) તા.01/11/2024ની જાહેરાતના ધોરણ 1 થી 5 ના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ-લેટર મેળવવા માટેની સૂચના

(1) અગાઉ તા.17/05/2025 ના રોજ મુકવામાં આવેલ મેરીટ મુજબના ઉમેદવારો તા.02/06/2025 ના રોજ 18:00 કલાકથી વેબસાઈટ ઉપરથી પોતાના કોલ-લેટર ઓનલાઈન મેળવી શકશે.

(2) વિદ્યાસહાયક ભરતી -2024 (ધો. 1 થી 5 ગુજરાતી માધ્યમ)માં આ ઉમેદવારોને ता.05/06/2025 થી ता.28/06/2025 દરમ્યાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવા૨ના કોલલેટરમાં દર્શાવેલ છે.

(3) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ ઉપરથી જ ઓન-લાઈન કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહીં.

(4) તા.17/05/2025 ના રોજ પ્રસિધ્ધ કરેલ કટ-ઓફ માર્ક્સ અને અન્ય સુચનાઓ યથાવત રહેશે.

નોંધ:- તા.22/05/2025 થી તા.31/05/2025 દરમિયાન નિમ્ન પ્રાથમિક (ધોરણ 1 થી 5) ની કરેલ જિલ્લા પસંદગીના હુકમ ૨દ ક૨વામાં આવેલ છે જો કોઈ ઉમેદવાર પુન: જિલ્લા પસંદગીમાં કોલલેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ઉપસ્થિત રહેશે નહી તો તેઓ જિલ્લા પસંદગી કરવા માંગતાં નથી તેમ માનવામાં આવશે.

ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ ૨હે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઈટ જોવા વિનંતી છે.