ઉમેદવારી રજૂ કરનાર વધુમાં વધુ ત્રણ વાહનો તથા  ઉમેદવાર  સહિત પાંચ વ્યક્તિઓ સાથે જ પ્રવેશી શકશે

આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૮/૦૫/૨૦૨૫ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. કચ્છ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી ચાલશે. આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહે૨નામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભા૨તીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ કચ્છ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ સંદર્ભે સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરની ત્રિજ્યાના આસપાસના વિસ્તારમાં ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો આવવા દેવાની અને ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ ૫(પાંચ) વ્યક્તિઓ જ દાખલ થઈ શકશે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તોતેઓ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

અંજના ભટ્ટી