ભચાઉના નજીક બાઈક આકસ્માતમાં આધેડ મહિલાનું મોત

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ નંદગામ નજીક બાઈક આકસ્માતમાં 41 વર્ષીય આધેડ મહિલાનું મોત થયું હતું તેમજ હતભાગીના પતિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ રહેનાર ભચાભાઈ અને તેમના પત્ની પાનુબેન બાઈક લઈને કબરાઉ ખાતે દર્શન કરવા ગયેલ હતા, જ્યાથી પરત આવતી વેળાએ નંદગામ નજીક પહોંચતા બીજી બાજુમાંથી અચાનક ટ્રક પસાર થતાં બાઈકનું બેલેન્સ ન રહેતાં સ્લીપ થઈ ગયું હતું, જેમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.