સામખિયાળી નજીક કંપની વસાહતમાં દીવાલ પરથી પડી જતાં આધેડનું મોત

copy image

copy image

સામખિયાળી નજીક કંપની વસાહતમાં દીવાલ પરથી પડી જતાં આધેડે જીવ ગુમાવ્યો હતો. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળી નજીક નજીક આવેલી ઈલેક્ટ્રોથર્મ કંપનીની વસાહતમાં આ બનાવ બન્યો હતો. ગત તા. 1/6ના રાતના સમયે અહીં રહીને કામ કરનાર 55 વર્ષીય શિવલાલ સોનઈ સરોજ  ઘરની ગેલેરીમાં દીવાલ ઉપર બેઠા હતા, તે દરમ્યાન નીચે પટકાતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે આ આધેડનું મોત થયું હતું.