પુણ્યશ્લોક અહલ્યાબાઇ હોલકારની 300મી જન્મજયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

પુણ્યશ્લોક લોકમાતા અહલ્યાબાઈ હોલકર ની 300 મી જન્મ જયંતિ નિમિતે 21 મેં થી 31 મેં દરમિયાન ભારતભર માં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પણ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ ની આગેવાની માં સમગ્ર જિલ્લા માં વિવિધ સંસ્થાઓ સાથે રહી તેમજ તાલુકા મંડળો માં કાર્યશાળા, ગોષ્ઠી, સંમેલન, પ્રદર્શની, નિબંધ સ્પર્ધા જેવા આયોજનો કરી લોકો સુધી અહલ્યાબાઈ ના જીવન ચરિત્ર વિશે માહિતી અને તેમના દ્વારા તે જમાના માં પ્રજાલક્ષી અને ભારતીય સંસ્કૃતિની રક્ષા, ધર્મ રક્ષા માટે કરેલા કામો ની માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યું હતું.

વક્તા તરીકે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે એ જણાવ્યું હતું કે 31 મેં 1725અહેમદગરના ચોંડી ગામ માં જન્મેલા લોકમાતા અહલ્યાબાઈ હોલકર પશુપાલક પરિવાર માં મોટા થયાં હતા પરંતુ તેમના ગુણ અને સંસ્કારો ના લીધે તેમના લગ્ન રાજપરિવાર માં થયાં હતા.પેશ્વા સરદાર મલ્હારરાવ ના પુત્ર ખાંડેરાવ સાથે તેમના લગ્ન થયા હતા.
સસરા અને પતિ ના મૃત્યુ બાદ તેમણે શાસન સાંભળ્યું અને તેમણે મહિલાસેના બનાવી તેમજ મહિલાઓને પગભર કરવા સશક્તિકરણ કરવા હાથ વણાટ થી મહેશ્વરી સાડી નું બહેનો દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું.ઇન્દોરને વેપાર અને ટ્રેડ નું આર્થિક કેન્દ્ર બનાવામાં આવ્યું.
તેમના દ્વારા ધર્મરક્ષા માટે 1000 થી વધુ ધર્મસ્થાનો પર
ક્યાંક જીર્ણોધ્ધર, ક્યાંક ઘાટ ધર્મશાળા,ગૌચર વિકસાવ્યા જેમાં સોમનાથમા શિવમંદિર, કાશી વિશ્વનાથ,અહલ્યાબાઈ ઘાટ તેના ઉદાહરણ છે.

જીલ્લા અધ્યક્ષ દેવજીભાઈ એ જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં મોંઘલો અને અંગ્રેજોના શાસનકાળમાં અનેક વીરાંગનાઓ એ બહાદુરીથી લડાઈઓ લડી ને રાજ્યની પ્રજાને લોકભિમુખ
વહીવટ, સંસ્કૃતિનું જતન અને ધર્મરક્ષા માટે ઇતિહાસમાં અમર બન્યા છે. તેમાના જ એક એવા લોકમાતા શ્રી અહલ્યાબાઈ હોલકર જી ને પુણ્યશ્લોક નું બિરુદ મળ્યું હતું
તેમણે જણાવ્યું હતું કે અહલ્યાબાઈ ની જયંતિ એ કાર્યક્રમ નથી પરંતુ લોકશિક્ષા અને પ્રબોધન નો વિષય છે,જે રીતે આપણા વડાપ્રધાન માનનીય મોદી ની કાર્યપદ્ધતિ છે તે જ શ્રી શિવાજી મહારાજ,શ્રી પૃથ્વીરાજ ચૌહાણ,શ્રી કૃષ્ણદેવ રાવ ની જ પદ્ધતિ અહલ્યાબાઈ હોલકરમાં જોવા મળે છે.

અહલ્યાબાઈ હોલકર જી નાનપણ થી જ શિવભક્ત હતા અને તેમના દરેક પત્ર ના અંતમાં “ભગવાન શંકર ની આજ્ઞા અનુસાર” એવુ લખાતું.

જિલ્લા ભાજપ દ્વારા જન્મજયંતિ નિમિતે ભુજ ખાતે જિલ્લા કર્યાલયે કાર્યશાળા, ગાંધીધામ ઝૂલેલાલ મંદિરે ગોષ્ઠી તેમજ પ્રદર્શની,મુન્દ્રા ભાજપ દ્વારા યુવક યુવતી સંમેલન સાથે પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું હતું, ભચાઉ ખાતે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક ઇનામો આપી પૂરસ્કૃત કરાયા હતા,વિવિધ જગ્યા એ શોભાયાત્રા કાઢી ને નાના બાળકો દ્વારા અહલ્યાબાઈ ના પાત્ર ને પ્રદર્શિત કર્યા હતા.
આ ઉપરાંત ભુજ ખાતે ભૂતનાથ સેવા સંસ્થાન સાથે મળી વિચાર ગોષ્ઠિ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વિવિધ કાર્યક્રમો માં પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદુમનસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, વિરન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી સહિત જિલ્લા ના હોદેદારો, કાર્યકરો, મંડળ ના હોદેદારો,નગરપાલિકા ના હોદેદારો, નગરસેવકો, પ્રબુધ નાગરિકો,મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમોં નું આયોજન ઇન્ચાર્જ વિકાસભાઈ રાજગોર અને સભ્યો સુરેશભાઈ સંઘાર,હેતલબેન મહેતા, વંદનાબેન ધુંવા, પારસબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હોવાનું ક્ચ્છ જિલ્લા ભાજપ ના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાનગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતન કતીરા ની યાદીમાં જણાવાયું હતું.