વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિંદુરના રોપાનું વિતરણ

IMG_3164

પર્યાવરણ નું જતન અને સ્વચ્છતા હેતુ વૈશ્વિક સ્તરે સામાજીક જાગૃતિ લાવવા તારીખ ૫મી મે વિશ્વમાં ઉજવતા
પર્યાવરણ દિને સાંસદશ્રી તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ – ભુજ ના પ્રમુખશ્રી વિનોદભાઇ ચાવડા અને અંગદાન પ્રણેતા
શ્રી દિલીપભાઇ દેશમુખ દ્વારા આજે જયુબિલી સર્કલ ભુજ મધ્યે સિંદુર ના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.
આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ની પ્રેરણા થી “ઓપરેશન સિંદુર” ની ભવ્ય સફળતા
રાષ્ટ્ર ની રક્ષા – વિર જવાનો ની વીરતા ની અભિવ્યક્તિ રજૂ કરતાં સિંદુર ના છોડ વાવી સદૈવ આપણ ને પર્યાવરણ
સરક્ષણ – સ્વચ્છતા અભિયાન માટે જાગૃતતા થાય માટે આજે સિંદુર ના રોપાનું વિતરણ કરવામાં આવેલ
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દેવજીભાઇ વરચંદ, ગુ.પ્રદેશ ભાજપ મીડિયા યગ્નેશભાઇ દવે,
અંગદાન પ્રણેતા શ્રી દિલીપભાઇ દેશમુખ, સર્વશ્રી ધવલભાઇ આચાર્ય, મીત ઠક્કર, રાહુલ ગોર, પારૂલબેન કારા,
હસ્મિતાબેન ગોર, તાપશ શાહ, મહીદીપસિંહ જાડેજા, અનવર નોડે, માવજીભાઇ ગુસાઇ, મનીષાબેન સોલંકી,
રવિભાઈ નામોરી, જયંત ઠક્કર, નગર સેવકો યુવા મોર્ચા, મહિલા મોર્ચા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.