રાપર ખાતે આવેલ વેકરામાંથી ત્રણ ખેલીઓની અટક
copy image

રાપર તાલુકાના વેકરામાં ઘણીપાસા વડે જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વેકરા ગામના પાણીના ટાંકા નજીક આવેલા ઓટલા ઉપર અમુક શખ્સો ટોળું વાળી ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પાડી રોકડ રૂ,10,000 કબ્જે કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.