અંજારના ભીમાસરની કંપનીના ગોડાઉનમાંથી 4.70 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઇસમો થયા ફરાર

chori-150x150-1

copy image

copy image

અંજારના ભીમાસરમાં આવેલી એક કંપનીના ગોડાઉનમાં પડેલા 4.70 લાખના સામાનની કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના સેક્ટર-1એમાં આઈવેર સપ્લાય ચેઈન સર્વિસિસ લિમિટેડ નામની કંપનીનું ભીમાસર નજીક ગોડાઉન આવેલુ છે. જેમાં ગત તા,31/5ના રાત્રીના સમયે શટરના નટ બોલ્ટ ખોલી અંદર પડેલ કિંમત રૂ, 4,70,320નો પડેલો સામાન કોઈ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ આરંભી છે.