ફરી એક વખત પાલરા ખાસ જેલમાં કેદી પાસેથી મોબાઈલ મળ્યો : કડક સુરક્ષા અને તપાસ થતી હોવા છતાં જેલમાં મોબાઈલ પહોંચે છે કોની મહેરબાનીથી….?
copy image

ફરી એક વખત પાલરા ખાસ જેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. ત્યારે આ સવાલ ફરી ગુંજતો થયો છે કે જેલના કેદી પાસે વારંવાર મોબાઈલ મળી આવી છે….કોની દયાથી? હાલમાં જ આ ત્રીજી વખત એવી ઘટના બની છે કે પલારા ખાસ જેલના કેદી પાસેથી સિમ કાર્ડ સહિતનો મોબાઈલ મળી આવેલ છે. આ કેદીઓ ક્યાથી મોબાઈલ મેળવી છે. કોના સાથ સહકારથી તેઓ આટલા બધા નીડર બની જાય છે કે બે દિવસ અગાઉ ઝડપાયા છતાં મોબાઈલ ફોન સાથે રાખે છે. અને સૌથી મોટો પ્રશ્ન એમના સુધી મોબાઈલ પહોંચાડે છે કોણ…? અહી ઉલ્લેખનીય બાબત છે કે જેલમાં આ અગાઉ પણ અનેક વખત મોબાઈલ મળી ચૂક્યા છે પરંતુ આ બાદ નક્કર દિશામાં પગેરું દબાવી કોઈ પરિણામલક્ષી કાર્યવાહી થયાનું સામે ન આવતાં આવી ગેરરીતિ બેરોકટોક ચાલુ જ રહે છે. શું આવા કેદીઓને માથે કોઈ મોટા પદાધિકારીનો હાથ છે…? શું એક કોઈ ખાસ વ્યક્તિના સપોર્ટથી આટલા આગળ વધે છે…? લગાતાર મોબાઈલ મળી આવવાના કિસ્સાઓથી તો એ જ પ્રતીત થાય છે કે કોઈ બહારનો વ્યક્તિ જ તેમને સપોર્ટ કરતો હશે.. શું આ બાબત પીઆર ગંભીરતાથી અને યોગ્ય તપાસ થવી જરૂરી નથી…?
ઉપરાંત પાલારા ખાસ જેલની અંદર અનેક નબળાઈ છે કે ક્યાંક મોબાઇલ તો ક્યાંક ને ક્યાંક બીજી પણ વસ્તુઓની અવરજવર થાય છે. જ્યારે કેદીઓને અંદર લઈ જાય છે ત્યારે તમામ જાતની પૂરતી તપાસ કરવામાં આવે છે. કેદીઓના પગના નખથી નથી કરી અને માથાના વાળ સુધીની કડક તપાસ કરવામાં આવેલ હોવા છતાં પણ આજે આ પાલારા ખાસ જેલમાંથી મોબાઈલ મળી આવ્યો છે. તો આ મહેરબાની કોની છે…? ઉપરી ટીમ વારંવાર તપાસ કરે છે અને વારંવાર મોબાઇલ જેવી વસ્તુઓ મળી આવે છે. તો આ એક મોટો આશ્ચર્યજનક અને ગંભીર પ્રશ્ન છે કે, આ મોબાઈલ અને અન્ય વસ્તુઓ કોની મહેરબાનીથી મળતી હશે…? આની તપાસમાં ક્યાંક ને ક્યાંક ચૂક થતી હોય તેવું જણાય છે. આ મામલે ગંભીરતા અને કડક રીતે પક્ષપાત વગર જો તપાસ કરવામાં આવે તો કઈક મોટો ગોટાળો બહાર આવે તેવું લાગી રહ્યું છે.