અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ ક૨તા બાંગ્લાદેશી ઘુસણખોરો વિરૂધ્ધ કાર્યવાહી ક૨તી અંજાર પોલીસ
મહે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ ગાંધીનગર નાઓ તરફથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ધુસણખોરો શોધી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વા ખાસ સુચનાઓ આપવામાં આવેલ જેથી પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં આવેલ સ્પા,લાકડાના બેન્સા,ફેક્ટરી, કારખાના, હોટલ,ધાબા તથા રહેણાંકના મકાનોમાં વિગેરે જગ્યાએ ચેકીંગ હાથ ધરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓ દ્રારા અત્રેના જીલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરીકોને શોધવા સારૂ સુચના કરેલ હોઈ જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ નાઓ એ અંજાર પોલીસ સ્ટેશનમાં શ્રી પી.એન.ઝાલા પોલીસ સબ ઈન્સપેકટર તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોને બાંગ્લાદેશી નાગરીકોને શોધી કાઢવા સારુ જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અજાપર સીમ વિસ્તારમા છુટક મજુરી કરતા બાંગ્લાદેશી ઇસમને શોધી કાઢી તેઓને પરત મોકલાવાની કાર્યવાહી ચાલુમાં છે.
પકડાયેલ બાંગ્લાદેશી નાગરીકનુ નામ-
(૧) મોહમદતોહીદ સ/ઓફ ગોકુર અલી ઉ.વ.-૪૪ ધંધો-છુટક મજુરી રહે.- બીનપડા થાના-ભગમનગોલા જી.બરહમપુર પશ્ચીમ બંગાળ મુળ રહે- બાંગ્લાદેશ
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ શ્રી પી.એન.ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્રારા કરવામા આવેલ છે.
