અંજારના ભીમાસર ગામે કંપનીના ગોડાઉનમાંથી થયેલ લાખોની ચોરી ભેદ ઉકેલાયો : છ આરોપીઓ પોલીસની ગિરફ્તમાં

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સ૨હદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના કરેલ હોઈ જે અનવ્યે શ્રી એ.આર.ગોહિલ પોલીસ ઇન્સપેકટર અંજાર પો.સ્ટે. વિસ્તારના ભીમાસર ગામ ખાતે આવેલ ઓઈલ એન્ડ સોફ્ટ ઇન્સ્ટ્રીઝના ગોડાઉન નં-૦૧ માં ખાધ્ય તેલ ચોરીનો બનવા પામેલ જે ગુન્હાની ગંભીરતા સમજી ગુન્હાને તાત્કાલીક શોધી કાઢવા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સદર ગુન્હાને શોધવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસો દ્વારા સી.સી.ટી.વી ફુટેજ તેમજ હ્યુમનસોર્સથી ચોક્કસ હકિકત મળેલ કે, હાજી તથા ઈમરાન બન્ને રહે. નાની ચીરઈ તા.ભચાઉ વાળાઓએ તેના સાગરીકો સાથે મળી સદર તેલ ચોરી કરેલ છે અને હાલે તેઓ વરસાણા થી અંજાર તરફ આવતા હોય જે હકિકત આધારે તેઓને વર્ષામેડી આઈમાતા હોટેલ સામે અશોક લેલન્ડ ડાલા વાહન તથા મો.સા. સાથે પકડી પાડી સદર ગોડાઉનમાંથી થયેલ તેલ ચોરી બાબતે ઉંડાણપુર્વક યુકતિ-પ્રયુકતિથી પુછપરછ કરતા સદર ચોરીના ગુન્હાની કબુલાત આપતા હોય અને સદર તેલ ચોરી કરેલ મુદામાલ બાબતે પુછતા તેઓએ ચોરી કરેલ મુદામાલ જીગર ઠકકર રહે.અંજાર વાળાને વેચી દીધેલ હોવાની હકિકત જણાવતા તુરંત આરોપી જીગર ઠક્કર રહે. અંજાર વાળાને પકડી પાડી આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર ક૨વામાં આવેલ છે.
ગુન્હાને અંજામ આપનાર પકડાયેલ આરોપી :-
(૧) હાજી ભચુ નાગડા(મુસ્લીમ) ઉ.વ. ૨૪ ૨હે. કુંભારવાસ નાની ચીરઈ તા.ભચાઉ
(૨) ઈમરાન ભચુ નાગડા (મુસ્લીમ) ઉ.વ. ૨૨ રહે. કુંભારવાસ નાની ચીરઈ તા.ભચાઉ
(3) જુનસ હકીમ પરીટ (મુસ્લીમ) ઉ.વ. ૨૭ ૨હે. કુંભારવાસ નાની ચીરઈ તા.ભચાઉ
(૪) મામદ સીધીક ત્રાયા (મુસ્લીમ) ઉ.વ. ૩૫ રહે. મોટા પીર દરગાહ પાસે નાની ચીરઈ તા.ભચાઉ
(૫) શામજીભાઈ રવાભાઈ કોલી ઉ.વ. 30 ૨હે. ઈદગોર સો.સા. મીઠીરોહર તા.ગાંધીધામ
ચોરીનો માલ ખરીદનાર પકડાયેલ આરોપી :-
(૬) મેહુલ ઉર્ફે જીગર નટવરલાલ ઠકકર ઉ.વ.૩૪ રહે.મ.નં.૨૦ સંઘવી હોમ્સ અંજાર
પકડાવાના બાડી આરોપી :-
(૧) ગફુર બાવલા જુણેજા રહે. નાની ચિરઈ તા.ભચાઉ (ચોરી કરનાર સહ આરોપી)
(૨) શાંતીલાલ મારાજ રહે. ડીસા જી.બનાસકાંઠા (માલ ખરીદનાર)

ઉપરોક્ત કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર થી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જી.વાળા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા
