આડેસર ચેકપોસ્ટ નજીક મોપેડ ડિવાઈડર સાથે અથડાતાં આધેડે જીવ ગુમાવ્યો
copy image

આડેસર ચેકપોસ્ટ નજીક મોપેડ ડિવાઈડર સાથે અથડાતાં ગાંધીધામના પ્રભુ સ્વરૂપચંદ ઠક્કર નામના શખ્સનું મોત નોપજ્યું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 4/6ના રોજ આડેસર ચેકપોસ્ટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-27 ઉપર આ ગોઝારો અકસ્માત સજાર્યો હતો. જેમાં ગાંધીધામના ગોપાલપુરીમાં રહેતા અને ડી.પી.એ.માં માળીનું કામ કરનારા પ્રભુ ઠક્કર મોપેડ લઈને રાધનપુર ખોડિયાર માતાનાં દર્શન કરવા જઈ રહ્યા હતા હતભાગી ચેકપોસ્ટ નજીક પહોંચ્યા હતા. તે સમયે ડિવાઈડરમાં તેમનું મોપેડ અથડાતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાઓના પગલે તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.