ભુજ શહેરમાં એસ.ઓ.જી.ની મોટી કાર્યવાહી : 2.83 કિલો ગાંજાની સાથે એક શખ્સની થઈ ધરપકડ

ભુજ શહેરમાં નાર્કોટીક્સ વિરોધી અભિયાન હેઠળ એસ.ઓ.જી. દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભુજના ટીન સીટી ગ્રાઉન્ડ તરફ જતા રોડ પરથી એસ.ઓ.જી.ની ટીમે 2.83 કિલોગ્રામ ગાંજાનો જથ્થો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ હિતેશદાન માનદાન ગઢવી તરીકે થઈ છે, જે મૂળ કપૂરાશી લખપતનો અને હાલ ચરણ બોર્ડિંગ, ભાનુશાલીનગર, ભુજ ખાતે રહે છે

આરોપી પાસેથી કુલ 23,830 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં 20,830 રૂપિયાનું ગાંજો અને 3,000 રૂપિયાનું મોબાઈલ ફોન શામેલ છે. આ કેસમાં એ/ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવીની આગેવાની હેઠળના સ્ટાફ
PSI એમ.એલ. વાઘેલા, ASI નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા, પોલીસ હેડ કોસ્ટેબલ રજાકભાઈ સોતા, રઘુવીરસિંહ જાડેજ, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી, મહિપતસિંહ સોલંકી સાથે રહ્યા હતા.