ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ નિમાયા
રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસ્થ/પેટા ચૂંટણીનું મતદાન કચ્છ જિલ્લામાં આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે. આ ચૂંટણીના અનુસંધાને કચ્છ જિલ્લાના વિસ્તાર માટે ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણ પણે નિયંત્રણ રાખી શકાય તે હેતુથી ચૂંટણી માટે નિમવામાં આવેલ મેજિસ્ટેરીયલ પાવર્સ ન ધરાવતા ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ ઓફિસરશ્રીઓ,મદદનીશ ઝોનલ ઓફિસરશ્રીઓને તેઓને જે વિસ્તાર માટે નિમણૂંક કરવામાં આવી હોય તે વિસ્તાર અને સમયગાળા માટે ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસ્થ/પેટા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાં સુધીના સમયગાળા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૫ મુજબ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નીમીને નીચે મુજબના અધિકારો આપવામાં આવે છે.કલમ -૪૧:Arrest by Magistrate, કલમ -૧૦૮: To direct search in his presence ,કલમ -૧૦૯:Power to impound any documents and things, કલમ -૧૪૮:Dispersal of assembly by use of civil force. કલમ -૧૬૩ :To issue temporary orders in urgent cases of Nuisance or apprehended Danger.
હવે પછી ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ તથા મદદનીશ ઝોનલ અધિકારીશ્રીઓની નિમણૂંકમાં ફેરબદલી/સુધારા થાય તો તે બદલી/સુધારાથી આવનાર અધિકારી/કર્મચારીઓને પણ આ હુકમ આપોઆપ લાગુ પડશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા હુકમમાં જણાવાયું છે.
