સ્વગર્સ્થ. માતૃશ્રીનાં સ્મરણાર્થે સૈનિકો અને તેઓના પરિવારની કલ્યાણકારી પ્રવૃતિઓ માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂ. ૧,૦૦,૦૦૦/-નું માતબર દાન

copy image

નિરોણાના ગજરા પરિવારે સમાજમાં અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. મૂળ નખત્રાણા
તાલુકાના નીરોણા ગામના વતની અને હાલ માધાપર રહેતા ભાનુશાલી લક્ષ્મીબેન ખટાઉભાઈ ગજરાનું 85 વર્ષની જૈફ વયે
નિધન થતા તેમના પરિવાર દ્વારા પૂર્વ સૈનિક કલ્યાણ નિધિમાં (સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ) રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ)
જેટલી માતબર રકમનું દાન અપાયું હતું.

ભુજનાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ ની પ્રેરણાથી અને પરિવારના મોભી મોહનલાલ દયારામ ગજરાનાં
સહયોગથી સ્વર્ગસ્થ માતાના પુત્ર ખેતશી ગજરા નાં સહયોગથી સ્વર્ગસ્થ માતાના પુત્ર ખેતશી ગજરા (નિવૃત શિક્ષક) દ્વારા
કચ્છના કલેકટર આનંદ પટેલને રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

આ તકે કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પરિવારના વડીલના અવસાન બાદ સનાતમ ધર્મમાં દાનનો મહિમા
છે. પરંતુ ગજરા પરિવારે સૈનિક પરિવારોના કલ્યાણ અર્થે આ રીતે દાન આપી સમાજને નવો રાહ ચિંધ્યો છે. કચ્છ કલેકટર,
આનંદ પટેલે ગજરા પરિવારની સમાજ માટે આવી પ્રેરણાદાયી પહેલને આવકારી હતી. કચ્છ કલેકટરને ચેક અર્પણ કરતી વખતે
ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેનનાં પુત્ર, ખેતશી ગજરા, પૌત્રો ભરત અને સુજલ, માધાપર ભાનુશાલી
મહાજનના પ્રમુખ નિતિન ગજરા અને પરિવારના પ્રવિણ ગજરા, ગોવિંદ ચુનડા, ઉપસ્થિત રહ્યા હતા.

આ સહયોગ માટે કલેકટર અને પ્રમુખશ્રી, તથા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના અધિકારી
શ્રી હિરેન લીમ્બાચિયાએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૈનિક કલ્યાણની વિવિધ કલ્યાણકારી યોજનાઓને હજુ વધુ
વિસ્તૃત અને લાભકારી કરી શકાય તે માટે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ માં આવી અનોખી રીતે સહયોગ આપવા જીલ્લાના
નાગરિકોને અનુરોધ કરેલ હતો.

આ ફાળો જિલ્લાના નાગરિકો, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ ન. ૧૧૪, બહુમાળી
ભવન, ભુજ ,(ફોન ૦૨૮૩૨-૨૨૧૦૮૫) ખાતે રૂબરૂમાં રોકડ,ચેક, ડીમાન્ડ ડ્રાફ્ટ, થી ” કલેકટર અને પ્રમુખશ્રી, આર્મ્ડ ફોર્સીસ
ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજ” સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા મારફતે પણ જમા કરાવી શકો છો તેમ વધુમાં જણાવેલ.