ટ્રાફીકને અડચણરૂપ કરતા વાહન વિરૂધ કાર્યવાહી કરતી નખત્રાણા પોલીસ


મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબનાઓ તરફથી જિલ્લામાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અન્વયે પ્રાંત અધિકારી સાહેબશ્રી નખત્રાણા વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ તરફથી પણ જરુરી સુચના મળતા પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.મકવાણા નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ નખત્રાણા ટ્રાફિક પોલીસ દ્વારા મેઈન રોડ નખત્રાણા માતાના મઢ હાઈવે પર નખત્રાણા બસ સ્ટેસન સામે ટ્રાફીકને અડચણ રૂપ તથા એકસીડેન્ટ સર્જે તે રીતે જાહેર રોડ પર પડેલ ટાટા કંપનીની ટ્રક વિરુધ્ધ ભારતીય ન્યાય સહિંતા કલમ ૨૮૫ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીનું નામ સરનામું
જુસબ ફકીરમામદ કુંભાર ઉ. વ.૪૧ રહે-દેશલપર (ગુ) તા-નખત્રાણા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરી એ.એમ.મકવાણા પોલીસ ઈન્સપેક્ટર તથા નખત્રાણા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
નોધ-કોઈપણ વાહન જાહેર માર્ગ કે ટ્રાફીકને અડચણ રૂપ રખાશે તો તેની સામે નખત્રાણા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.